Highlight Of Last Week

Search This Website

Thursday, 21 January 2016

સુપ્રસિધ્‍ધ નૃત્‍યકાર મૃણાલીની સારાભાઇનું નિધન

🌊🌀સુપ્રસિધ્‍ધ નૃત્‍યકાર મૃણાલીની સારાભાઇનું નિધન😥

🌊🌀જાણીતા અણુવૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇના પત્‍નિ હતા

🌊🌀જાણીતા નૃત્‍યકાર, કોરિયોગ્રાફર અને લેખિતા મૃણાલીની વિક્રમ સારાભાઇનું આજે લાંબી માંદગી બાદ નિધન થયું છે. મૃણાલીનીબેન છેલ્લા કેટલાક સમયથી હોસ્‍પિટલમાં દાખલ હતા. ૯૭ વર્ષના આ પ્રસિદ્ધ નૃત્‍યાંગનાનું આજે સવારે હોસ્‍પિટલમાં જ નિધન થયું હતું.

🌊🌀તેઓ વિક્રમ સારાભાઇના પત્‍ની તેમજ મલ્લિકા સારાભાઇના માતા હતા. આજે સાંજે ૫ વાગ્‍યે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે.
  
🌊🌀મૃણાલીની સારાભાઇને ભારત સરકાર તરફથી ૧૯૯૨માં નેશનલ સિવિલીયન એવોર્ડ્‍સ પદ્મભૂષણ અને ૧૯૬૫માં પદ્મશ્રીનો એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

🌊🌀તેઓ ભારતના એકમાત્ર એવાં ક્‍લાસિકલ નૃત્‍યાંગના હતા જેમણે ૧૮૦૦૦દ્મક પણ વધારે વિદ્યાર્થીઓને ભરતનાટ્‍યમ તેમજ કથ્‍થકલી નૃત્‍યની તાલિમ આપી હતી.
  
🌊🌀મૃણાલીની સારાભાઇ દર્પણા એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટ્‍સનાં ફાઉન્‍ડર હતા. તેમના જીવન પર બનેલી ફિલ્‍મ ‘મૃણાલિની સારાભાઇ- ધ આર્ટિસ્‍ટ એન્‍ડ હર આર્ટ'માં તેમને એક આર્ટિસ્‍ટ તરીકે દર્શાવવામાં આવ્‍યા હતા.

🌊🌀પદ્મશ્રી તેમજ નેશનલ એવોર્ડ્‍સ ઉપરાંત તેમને વર્ષ ૧૯૯૭માં યુનિવર્સિટી ઓફ ઇસ્‍ટ એન્‍જલિયા નોર્વિચ, યુ.કે દ્વારા ડિગ્રી ઓફ ડોક્‍ટર ઓફ લેટર્સથી સન્‍માનિત કરવામાં આવ્‍યાં હતાં.

🌊🌀ત્‍યારબાદ વર્ષ ૧૯૯૪માં તેમને સંગીત નાટક એકેડેમિ ફેલોશીપ, નવી દિલ્‍હી માટેનો એવોર્ડ એનાયત કરાયો હતો અને ઇન્‍ટરનેશનલ ડાન્‍સ કાઉન્‍સીલ, પેરિસની એક્‍ઝિક્‍યુટિવ કમિટી માટે નોમિનેટ કરાયાં હતાં.

No comments:

Post a Comment